મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગવા ગયેલા યુવાન ઉપર 2 શખ્સે કર્યો પાઇપ વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE





મોરબીના પ્રેમજીનગરમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગવા ગયેલા યુવાન ઉપર 2 શખ્સે કર્યો પાઇપ વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પ્રેમજીનગર ખાતે રહેતા યુવાને તે જ ગામની અંદર રહેતા એક વ્યક્તિને 8 મહિના પહેલા 2000 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા જે રૂપિયા પાછા માંગવા માટે યુવાને પૈસા લેનારના ગેરેજ પાસે ગયો હતો ત્યારે તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ વડે હુમલો કરીને બે શખ્સોએ યુવાનને માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા (34) એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ વેલજીભાઈ શેખવા અને લાલો પોપટભાઈ રહે. બંને પ્રેમજીનગર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે પ્રેમજીનગર ગામના ઝાપા પાસે જયેશભાઈ શેખવાનું ગેરેજ આવેલું છે અને ફરિયાદીએ આઠ મહિના પહેલા તેને હાથ ઉછીના 2000 રૂપિયા આપ્યા હતા જે રૂપિયા માંગવા માટે તે જયેશભાઈના ગેરેજ પાસે ગયો હતો જે જયેશભાઈને સારું ન લાગતા તેને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને પાઇપ વડે ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને ડાબા પગની પિંડી, જમણા હાથની ટચલી આંગળી, જમણા પગમાં તથા માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News