ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદમાં કેન્દ્રિય મંત્રીની દરમ્યાનગીરી પછી બાળકીની કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો !


SHARE













મોરબી જિલ્લાના હળવદમાં કેન્દ્રિય મંત્રીની દરમ્યાનગીરી પછી બાળકીની કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો !

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઘનશામગઢ ગામથી હળવદ તરફ આવતા રસ્ત ઉપર રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી સાત વર્ષની બાળકીનું મોત નીપજયું હતું ત્યાર બાદ કેન્દ્રિય મંત્રીએ દરમ્યાનગીરી કરી પછી પરિવારજનોએ બાળકીની લાશને સ્વકારી હતી અને હાલમાં ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં રાવળીયાવદર નવાપરામાં રહેતા રમેશભાઇ લાભુભાઇ અઘારા જાતે કોળી (ઉ.૩૧) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પીળા રંગનું ડમ્પર વાહન નં. જીજે ૧૩ એટી ૯૩૧૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘનશામગઢ ગામથી હળવદ તરફ આવતા કોટડિયા સાહેબની વાડીના ખુણા પાસેથી તે પોતાનું બાઇક લઈને જતાં હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળું પીળા કલરનું ડમ્પર નં. જીજે ૧૩ એટી ૯૩૧૭ પુર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી તેના બાઇકને પાછળથી ટકકર મારી હતી જેથી તે અને તેની દીકરી સહિતના નીચે પટકાયા હતા અને શરીરે નાના મોટી ઇજાઓ થયેલ હતી જો કે, તેઓની દીકરી કિંજલ (ઉ.૮)ના શરીર ઉપર ડમ્પરના ટાયરનો પાછળનો જોટો ફરી ગયો હતો જેથી કરીને આ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ આરોપી અકસ્માત કરીને પોતાનું વાહન સ્થળ પરથી હંકારી નાશી ગયો હતો હાલમાં આ ગુનામાં ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) એમ.વી એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે જો કે, તા ૩૦/૧૨ ના રોજ બપોરે એક વાગ્યે જે બનાવ બન્યો હતો તેમાં આરોપીને પકડવાની માંગ સાથે મૃતક બાળકીના પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે બાદ કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપર દ્વારા ગઇકાલે દરમ્યાનગીરી કરવાં આવી હતી અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી જેથી કરીને બાળકીના પરિવારે તેની લાશને સ્વીકારી હતી અને તા ૩૧/૧૨ ના બપોરે ચાર વાગ્યા પછી ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધવામાં આવી છે

ઝેરી દવા પી ગઈ

મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના રહેવાસી અને હાલમાં હળવદમાં રમેશભાઈ દલવાડીની વાડી રહેતા અને મજૂરી કામ કરતા છનાભાઇ ડામોરના પત્ની અનિતાબેન (ઉંમર ૨૨) દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, તેને પાણીની તરસ લાગી હતી ત્યારે પાણીની બોટલની બદલે દવાની બોટલમાંથી બે ઘૂંટડા દવા પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવારમાં લઈને આવેલ છે અને દવા પીવા પાછળ બીજું કોઈ કારણ નથી અને આ પરિણીતાનો લગ્નગાળો બે વર્ષનો હોય પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ઝેરી દવા પી ગઈ

મૂળ છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં મહિપતભાઈ મનજીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ રાઠવાના પત્ની રમીલાબેન (ઉમર ૨૮) ઝેરી દવા પી ગયા હતા જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં રમીલાબેનએ પોલીસને જણાવ્યું છે કે, તેની તબિયત સારી ન હોવાથી તે વાડીની ઓરડીમાં સુતા હતા અને ઊંઘમાં ઊઠીને પાણી પીવા જતાં પાણીની બોટલના બદલે ભૂલથી દવાની બોટલ આવી ગઈ હતી જેથી તેમાંથી દવા પી ગયા હતા અને ઝેરી અસર થવાથી તેને સારવાર માટે લઈને આવ્યા છે પરિણીતાનો લગ્નગાળો છ વર્ષનો છે અને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News