મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આશિયાના સોસાયટીની મહિલાઓનો હંગામો


SHARE







વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આશિયાના સોસાયટીની મહિલાઓનો હંગામો

વાંકાનેર શહેરમાં આવેલ આશિયાના સોસાયટીની અંદર થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યાર બાદ પાલિકા કર્મચારી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે, પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી અને હાલમાં પાલિકાના સ્ટાફની ફરિયાદ લેવામાં આવી છે ત્યારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં મહિલાઓનો ફરિયાદ નોંધવા માટે હાલમાં હંગામો કર્યો છે

થોડા દિવસો પહેલા આશિયાના સોસાયટીના ભૂતિયા નળ કનેક્શન કાપ્યા હતા ત્યાર બાદ પાલિકના કર્મચારીની સામે સ્થાનિક મહિલાઓ દ્વારા છેડતી સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા જો કે, મહિલાઓની ફરિયાદ લેવામાં આવેલ ન હતી અને આજે પાલિકના કર્મચારીની ફરિયાદ લઈને સરફરાજ મકવાણા સહિત બે વ્યક્તિની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે જેથી કરીને આશિયાના સોસાયટીની મહિલાઓ વીફરી છે અને હાલમાં મહિલાઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પહોચી છે અને ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે પાલિકાના કર્મચારી આવ્યા ત્યારે સરફરાજ ત્યાં હાજર ન હતો છતાં પણ તેની સામે કેમ ગુનો નોંધાયો છે તેવો મહિલાઓએ  સવાલ કરેલ છે અને પાલિકાના કર્મચારીની ફરિયાદ લેવાઈ તો મહિલાઓની સાથે છેડતી કરવામાં આવી હતી તેની ફરિયાદ કેમ નહીં લેવામાં આવે તેવા સવાલ સાથે મહિલાઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને હાલમાં મોરચો માંડ્યો છે






Latest News