મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે જાત જલાવી લેનાર દીકરીનું મોત, પરિણીતા સારવારમાં


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે જાત જલાવી લેનાર દીકરીનું મોત, પરિણીતા સારવારમાં

મૂળ માળીયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ ચુનીભાઈ કવૈયા જાતે લુહારના પત્ની રેખાબેન (૪૫) અને દીકરી બંસી (૨૨) એ શનિવારે સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેને ૧૦૮ મારફતે મોરબીથી તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇને જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ રેખાબેન ધીરુભાઈ કવૈયાએ માળીયા તાલુકાનાં મોટાભેલા ગામે રહેતા તેઓના કૌટુંબિક દિયર અમુભાઈ રતિલાલ કવૈયા અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓની દીકરી બંસી સાથે આજથી સાત વર્ષ પહેલા આરોપી પ્રવિણાબેન અમુભાઈના ભાઈ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું ત્યારે તેઓએ ના કહી હતી જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપીઑ તેઓને તેમજ તેની દિકરી બંસીને અવાર-નવાર ફોનમા તેમજ પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષથી માનસીક ત્રાસ આપીને મેણા ટોણા મારતા હતા જેનાથી કંટાળીને તેઓએ અને તેની દીકરી બંસીબેને પોત પોતાની રીતે જાતેથી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી હાલમાં પોલીસે રેખાબેનની ફરિયાદ લઈને તેઓના કૌટુંબિક દિયર અને દેરાણી સામે આઈ.પી.સી કલમ ૪૯૮(ક), ૫૦૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે તેવામાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેનાર બંસીબેનનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News