મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું દિલીપભાઇ  સંઘાણીના હસ્તે અનાવરણ કરાયું


SHARE











ટંકારાના લખધીરગઢ ગામે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું દિલીપભાઇ  સંઘાણીના હસ્તે અનાવરણ કરાયું

મોરબી જિલ્લાના ટંકારાના લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાના ભેખધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર સ્વ. વાઘજીભાઈ બોડાની કાયમી યાદગીરી રહે તે માટે તેઓના વતન લખધીરગઢ ગામમાં તેની પ્રતિમ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ગઇકાલે લખધીરગઢ ગામ સમસ્ત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વાઘજીભાઈ બોડાની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઇ  સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું

ગઇકાલે લખધીરગઢ ગામે સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ ક્રુભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવપૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો.બીજેન્દ્રસિંઘ, સાંસદ મોહનભાઈ કુંડારિયારાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઘનશ્યામભાઈ અમીન, મગનભાઇ વડાવીયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, ડો. ડાહ્યાભાઇ પટેલ, અરવિંદભાઈ તાગડિયા, ગોરધનભાઈ ધામેલીયા, મગનભાઈ ઘોણીયા, પ્રવીણભાઈ રૈયાણી, દલસુખભાઈ વી. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખોસભ્યો ટંકારા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ તકે કાર્યક્રમમાં આવેલ આગેવાનોએ કહ્યું હતું કે, વાઘજીભાઈ બોડાની તેઓના વતનમાં જે પ્રતિમા મૂકવામાં આવી છે તે આગામી વર્ષો સુધી યુવાનો સહિતના લોકોને પ્રેરણા આપશે અને ખાસ કરીને ગામડાથી લઈને દેશ સુધી પણ ખેડૂતનો દીકરો ખેડૂતોના હિત માટે નેતૃત્વ કરી શકે છે તો સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે, મોરબી એપીએમસિ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક અને દિલ્હીમાં સહકારી ક્ષેત્રમાં તેઓએ ખેડૂતોના હિતમાં નેતૃત્વ પૂરું પડ્યું છે ત્યારે તેઓના ગામે તેઓનું ઋણ અદા કરવા માટે જે ગામમાં પ્રતિમા મૂકી છે તે કર્યા માટે ગામના લોકો અને બોડા પરિવારને અભિનદન આપ્યા હતા રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશભાઇ મેરજાએ વાઘજીભાઈ બોડાએ ખેડૂતો માટે કરેલી કામગીરીને યાદ કરી હતી અને વિરત પ્રતિભાની અવિસ્મરણીય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તે માટે સહુ કોઈ આયોજકોની ભાવનાને બિરદાવી હતી આ કાર્યક્રમનું આયોજન સમસ્ત લખધીરગઢ ગામ સમસ્ત શ્રી વેલીબા વાડી ખાતે કરવામાં આવ્યું હતું






Latest News