ટંકારાના લખધીરગઢ ગામે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું દિલીપભાઇ સંઘાણીના હસ્તે અનાવરણ કરાયું
ટંકારાના લતીપર રોડે કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃધ્ધનું મોત
SHARE
ટંકારાના લતીપર રોડે કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃધ્ધનું મોત
ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સત્યાર્થ પોલિપેક નામના કારખાના સામેથી સ્કૂટર લઈને વૃદ્ધ પસાર થઇ રહ્યા હતા ત્યારે તેના સ્કૂટરને પાછળથી કાર ચાલકે ટક્કર મારી હતી માટે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃત્યુ પામેલા વૃદ્ધના દિકરાની ફરિયાદ લઈને હાલમાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીબડી ગામના રહેવાસી ઉપેન્દ્રસિંહ સવુભા જાડેજા (ઉમર ૩૧) એ હાલમાં મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે ૨૩ એચ ૨૬૮૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારાની લતિપર ચોકડી પાસેથી ટંકારા નજીક આવેલ સત્યાર્થ પોલિપેક નામના કારખાના પાસેથી તેઓના પિતા સવુભા હઠુભા જાડેજા (ઉંમર ૫૮) પોતાનું બજાજ સ્કુટર નંબર જીજે ૩ એચએચ ૫૨૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના સ્કૂટરને પાછળથી કાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હાલમાં ઉપેન્દ્રસિંહ જાડેજાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે