મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત


SHARE







મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઊતરી રહેલા યુવાનને પાછળથી આવી રહેલા બાઈકચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને કપાળમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હોવાથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે શક્તિપરા પંચાયત પાસે રહેતા રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૩૪) એ હાલમાં અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનાભાઈ મનોજભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૨૮) પોતે મજૂરીકામ કરતો હોય ઘરેથી શક્તિ ચેમ્બર પાસે ગયો હતો અને રિક્ષામાંથી તે નીચે ઊતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી મનોજભાઈ ગોરધનભાઈને માથા અને કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને અજાણ્યો બાઇક ચાલક પોતાનું બાઇક લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયાએ અજાણ્યા બાઇક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મનોજભાઈને બે દીકરા અને એક દીકરી હોય અકસ્માતના આ બનાવના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News