અંતે વાંકાનેરની ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવાનું શરૂ
મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ
SHARE
જે રીતે ઓબીસી તેમજ અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મળે છે તે રીતે સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.
સરકાર દ્વારા પહેલા હાયરસેકન્ડરી, સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ, કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી.તો પહેલાની માફક બધા જ ને આ લાભ આપવામાં આવતો હતો તેવી જ રીતે હવેથી બધાને આ લાભ મળે તે માટે યોગ્ય આદેશો કરવાની રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.