મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ


SHARE







સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના પારસ સ્વીટના માલીક હિતેષભાઈ અંબાલાલ શેઠના પુત્ર ધરણેન્દ્રભાઈએ તેમના માતા-પિતા, મોટાભાઈ, ભાભી તથા બનેવીના ત્રાસથી તથા તેનો કાયદેસરનો થતો મિલ્કતનો હકક નહિ આપવાથી તા.૧૧-૯-૨૦૨૦ ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ જેની સ્યુસાઈટ નોટ તથા ફોન રેકોર્ડીંગના આધારે સ્વઃધરણેન્દ્રભાઈના પત્નિ રીયાબેન કે જેઓ હાલ તેમના પીયર હોય તેઓએ મોરબીના જાણીતા વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા સમક્ષ આપવીતી વર્ણતા તા.૨૭-૭-૨૦૨૧ ના રોજ પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.તે અંગેની જાણ આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમારને થઇ જતા તેઓએ આગોતરા જામીન અરજી તા.૬–૧૨–૨૦૨૧ ના રોજ કરી હતી.

પરંતુ સરકારી વકીલ એમ.પી.સભાણી (ડી.જી.પી.) ની ધારદાર દલીલ તથા મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડાએ ફરીયાદી તરફથી વીથ પ્રોસુકીશનમાં વકીલાતનામું રજુ કરી લેખિત વાંધા જવાબ રજુ કરતા નામદાર કોર્ટે આ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને ત્યારબાદ તા.૧૧-૧૨-૨૦૨૧ ના રોજ પાંચેય આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમાર સામે આઈપીસીની કલમ-૩૦૬ મુજબનો ગુન્હો નોંધાતા આરોપી શાલીનકુમાર એકલાએ ફરી તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ આગોતરા જામીન અરજી કરતા ફરી સુરેન્દ્રનગરના ડીજીપી એમ.પી.સભાણીની ધારદાર દલીલ તથા ફરીયાદી તરફે વિથ પ્રોસ્સુકીશનમાં મોરબીના જાણીતા સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા તરફથી ફરી જામીન અરજીની સામે વાંધા જવાબો રજુ કરાતા નામદાર કોર્ટ તરફથી તેને ગ્રાહ્ય રાખીને આરોપીની આગોતરા જામીન અરજી પુન: રદ કરવાનો હુકમ તા.૧-૧-૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે.






Latest News