મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત


SHARE









મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત

મોરબીનો સાહિલ માજોઠી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હાલ યુક્રેનની કેદી છાવણીમાં બંધ છે.આ બાબતે સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ દીપા જોસેફે યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનર ડીમીટ્રો વેલેરીયોવિચ લુબીનેટ્સને એક પત્ર લખીને રજૂઆત કરી છે.વકીલે આ પત્રમાં ભારતીય યુવાનને માનવતાના ધોરણે વહેલી તકે ભારત પરત મોકલવા માટે અપીલ કરી છે.વકીલ દીપા જોસેફે પત્રમાં જણાવ્યું છે કે સાહિલ માજોઠી ડિસેમ્બર 2023 માં માત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા ગયો હતો.પરંતુ ત્યાં આર્થિક તંગી અને પ્રતિકૂળ સંજોગોને કારણે તે ફસાઈ ગયો અને તેની મરજી વિરુદ્ધ તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

યુક્રેનની સરહદમાં પ્રવેશતા જ સાહિલે સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું અને તે ક્યારેય કોઈ હિંસામાં સામેલ થવા નહોતો માંગતો.યુક્રેન સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી તેની સાથે રખાયેલા માનવીય વ્યવહારની પણ વકીલ દીપા જોસેફે પત્રમાં પ્રશંસા કરી છે.આ પત્રમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.સાહિલની માતા હસીનાબાનુ સિંગલ પેરેન્ટ છે. અને હાલ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.તેમજ તાજેતરમાં તેમને હૃદયની તકલીફ પણ થઈ છે.દીકરાના વિરહમાં તેમની તબિયત વધુ લથડી રહી છે.આ કેસ હાલ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ભારત સરકાર રાજદ્વારી સ્તરે પ્રયત્નશીલ છે.વકીલે યુક્રેન સરકારને અપીલ કરી છે કે એક બીમાર માતા પોતાના એકમાત્ર દીકરાને મળી શકે તે માટે કાયદાકીય અને માનવતાના ધોરણે સાહિલને મુક્ત કરી વતન મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.




Latest News