મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના ઘર પાસે તે આંટા ફેરા કરતો હતો જેથી યુવતીના માતા-પિતા, ભાઈ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને યુવાનને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનેલા યુવાને બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં 4 આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (26)એ મોરબી બી ડિવિઝનમાં નિરંજનભાઈ બિંદ, તેના પત્ની મંજુબેન બિંદ, તેનો દીકરો હિમાંશુ, તેનો ભાણેજ ચંદન અને મોહન આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી કે, આરોપી નિરંજનભાઇ અને મંજુબેનની દીકરી સાથે તેને પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેઓના ઘર પાસે આવજા કરતો હોય જે તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તથા સાહેદો ત્રાજપર ગામ પાસે આવેલ ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં બેઠા હતા ત્યારે મંજુબેન અને હિમાંશુ બંને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઝાપટો મારીને ગાળો આપી હતી તેમાં ઠામ પતાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ નિરંજનભાઇ અને તેના બંને ભાણેજ સ્થળ ઉપર આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ નિરંજનભાઇએ સાહેદને માથાના ભાગે છુટા પથ્થરના ઘા મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે મોહનએ તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયારમાંથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમિયાન મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં આરોપીઓ હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપી નિરંજનભાઇ તિલકપ્રસાદ બિંદ અને હિમાંશુભાઈ નિરંજનભાઇ બિંદ રહે. બંને પાવન પાર્ક સોસાયટી મૂળ રહે. બિહાર, ચંદનભાઈ મહેશભાઈ જમાદાર રહે. હાલ બેલા મૂળ રહે. બિહાર તથા મોહનભાઈ અનુજભાઈ બિંદ રહે. હાલ લખધીરપુર રોડ એન્ટી કારખાના પહેલા મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News