મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગતા ન નિવડતા યુવાનોનું મોત નીપજયું હતું જ્યારે ટંકારાના ઓટાળા ગામની સીમ વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે નેસડા સુરજી ગામના યુવાનનું મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

મૂળ એમપીના ઉજ્જૈનનો રહેવાસી સોહન નાગરી જોરનલાલ (30) નામના યુવાને મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કોસીનો સિરામિક કારખાનામાં ગત તા. 19/5 ના રોજ રાત્રિના બે વાગ્યા ના અરસામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ યુવાનને સારવાર માટે એમપી તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની એમપીની પોલીસ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા (45) નામનો યુવાન કોઈપણ કારણોસર ઓટાળા ગામની સીમમાં નેસડા સુરજી ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર બારનાલા પાસે પાણી ભરેલા ખાડાની અંદર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ અશ્વિનભાઈ રામજીભાઈ કાસુન્દ્રા રહે નેસડા સુરજી તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News