વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે થયેલા મારામારીના બનાવમાં ચાર શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે થયેલા મારામારીના બનાવમાં ચાર શખ્સોની ધરપકડ

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં બંને સામસામે વિજયનગર શાંતીવન સ્કુલ પાસે ભેગા થઈ ગયા હતા જેથી એકબીજાને છરીના ઘા ઝીકિ દીધા હતા અને સહેદોને લાકડી વડે માર માર્યો હતો આ બનાવમાં કજરડાના યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં કાજરડા ગામના રહેવાસી હનીફભાઇ અબાસભાઇ ભટી જાતે મીયાણા (ઉ.૨૧) એ એજાજભાઇ કાદરભાઇ મોવર, અક્રમભાઇ કાદરભાઇ મોવર રહે. બન્ને વીસીપરા સનરાઇઝપાર્ક તથા જાવેદ જામ રહે. માળીયા મીયાણા અને એક અજાણ્યો ઇસમ સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તે અને એજાજ અગાઉ મિત્ર હતા અને મોબાઇલ પર ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે વીસીપરા ખાડા વિસ્તરમા ભેગા થતા તકરાર થઈ હતી અને આરોપીઓએ ફરિયાદી યુવાનને હાથથી મુંઢ માર્યો હતો બાદ ફરિયાદી તેમજ કરીમભાઇ અબાસભાઇ ભટી તથા હુસેન મોવર વીસીપરામાં આવેલ વિજય નગર શાંતીવન સ્કુલ પાસેથી ઘેર જતાં હતા ત્યારે શાંતીવન સ્કુલ પાસે આરોપીઓ ભેગા થતા ઝઘડો કર્યો હતો અને એજાજે ફરિયાદીને ડાબા પૂઠના ભાગે કમરથી ઉપરના ભાગે અને કરીમને ડાબા પગે સાથળમા છરી વડે ઇજા કરી હતી અને અક્રમભાઇએ ફરિયાદી અને કરીમભાઇને હાથપગ તથા માથામા લાકડી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે હાલમાં એજાજભાઇ કાદરભાઇ મોવર (૧૯), અક્રમભાઇ કાદરભાઇ મોવર જાવેદ મહેબૂબભાઈ જામ (૨૩) અને સબ્બીર જાનમામદ વીરા (૨૩) રહે. બધા જ વીસીપરા સનરાઇઝપાર્ક વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે 




Latest News