મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કલરનું ડબલુ ઢોળાઇ જતાં મજૂરને જાતિપ્રત્યે હડધુત કરીને માર મરનારા પિતા-પુત્રોની ધરપકડ


SHARE











મોરબીમાં કલરનું ડબલુ ઢોળાઇ જતાં મજૂરને જાતિપ્રત્યે હડધુત કરીને માર મરનારા પિતા-પુત્રોની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામે સુઝુકી શોરૂમ પાસે આવેલ મકાનમાં કલર કામ દરમ્યાન મજુરથી કલરનું ડબલુ ઢોળાય ગયું હતું જેથી કરીને ઘરઘણી પિતા-પુત્રોએ મળીને યુવાન અને મજુરને ધમકી આપીને ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને જાતિપ્રત્યે હડધુત કર્યા હતા જેની યુવાને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે ડીવાયએસપી અને તેની ટીમ દ્વારા હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મહેન્દ્રનગર ગામે સુઝુકી શોરૂમની પાછળ રહેતા પ્રહલાદ ઉર્ફે જીગો કાલરિયા જાતે પટેલને ત્યાં કલર કામ કરવાનું હોય મોરબીના જેપુર ગામના જગદીશ મોહનભાઇ મકવાણા નામના ૩૮ વર્ષીય યુવાને કલરકામ રાખ્યું હતું તે પોતે અને તેના મજૂરો કલર કામ કરી રહ્યા હતા ત્યારે મજુરથી કલરનું ડબલું ઢોળાઈ ગયું હતું જેથી કરીને જીગાભાઇ પટેલ તથા તેના પિતા અને તેના ભાઈએ એકસંપ કરીને જગદીશ મકવાણાને લાકડી વડે માર મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ભોગ બનેલ જગદીશ મકવાણાએ સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ મથક ખાતે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને તેની ટીમે પ્રહલાદ ઉર્ફે જીગો મનજીભાઇ કાલરિયા જાતે પટેલ (૩૧), જયદીપભાઈ મનજીભાઇ કાલરિયા જાતે પટેલ (૨૯) અને મનજીભાઇ ભૂરાભાઈ કાલરિયા જાતે પટેલ (૬૦) રહે, બધા જ મહેન્દ્રનગર ગામે ધર્મમંગલ સોસાયટી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News