મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય


SHARE









ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય

ટંકારા તાલુકાનાં સાવડી ગામે પંચાયતના કવાર્ટર આવેલા છે તે જર્જરિત થઈ ગયા હતા જેથી કરીને તેને તોડી પાડવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી જો કે, તેને ધ્યાન લઈને જર્જરિત કવાર્ટરને તોડવામાં આવેલ ન હતા જો કે, મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે વરસાદના લીધે બે કવાર્ટર ધરાશાય થઈ ગયા હતા. ત્યારે આ જર્જરિત કવાર્ટર કોઈના માટે જીવલેણ બને તે પહેલા બાકીના 4 કવાર્ટર પણ તોડી નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સાવડી ગામે જર્જરિત હાલતમાં પંચાયતના કવાર્ટર આવેલા છે તેની બાજુમાં અન્ય મકાન આવેલા છે જેથી કરીને જર્જરિત કવાર્ટરને તોડી પાડવા માટે અનેક વખત રજૂઆત કરી હતી જો કે, મંગળવારે વહેલી સવારે ધડાકા ભેર બે કવાર્ટર તૂટી પડ્યા હતા ત્યારે બાજુમાં આવેલા મકાનને પણ નુકશાન થયું છે ઉલેખનીય છે કે, હજુ 4 જર્જરિત કવાર્ટર ત્યાં ઊભા છે જે પડવાની રાહ જોઈ રહ્યા છે, જો વરસાદના લીધે આ કવાર્ટર તૂટી પડે અને બાજુમાં રહેતા લોકોને કે તેઓના મકાનને  નુકશાન થાય તો તેના માટેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા દોઢ વર્ષથી ગામના સરપંચ અને તલાટીને આ ક્વાટર પાડવાની મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તલાટીને મળે તો તાલુકાને અમે રજૂઆત પહોંચાડી દીધું છે અને તાલુકામાં એન્જિનિયરને રજૂઆત કરે તો તે કહે અમે જિલ્લામાં રજૂઆત પહોંચાડી દીધી છે આમ સહુ કોઈ એકબીજ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવાસોમા કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલા જવાબદાર અધિકારી દ્વારા જર્જરીત કવાર્ટર અને તેની દીવાલને તોડી નાખવામાં આવે તેની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે.




Latest News