હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો .૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની ઉધોગપતિ કોરોના થતા રાજકોટ શેલસ હોસ્પીટલમાંથી ચેન્નઈ એરબસમાં ચેનાઈ લઈ જવાતા વીમા કંપની આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સે પોલીસીમાં આવી સુવિધા ન હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી ઉદ્યોગપતિએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહક અદાલતે ૭,૯૬,૯૫૬ રૂપિયા તા.૭-૧૧-૨૫ થી ૬ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, કોરોનાની મહામારીમાં મોરબીના ઉધોગ પતિ ભાર્ગવભાઇ જમનાદાસભાઈ ફેફરને કોરોના થતાં રાજકોટની શેલસ હોસ્પીટલમા તા.૧૮-૪-૨૧ થી ૨૬-૪-૨૪ સુધી દાખલ કરેલ અને ત્યાં તબીયત બરાબર નહી થતાં એરબસ દ્વારા ચેનાઈ લઇ જવામાં આવેલ ભાર્ગવભાઈએ વીમા કંપનીને બીલ સાથે જાણ કરતા આઇ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સે એવા કારણસર ના પાડેલ હતી કે “પોલીસીમાં એરબસના ઉપયોગ થઇ ના શકે વળી ડોકટરનો અભિપ્રાય નથી માટે વીમો રૂપિયા ,૦૩,૦૪૪ મળે તે વીમા કંપનીએ આપી દીધેલ પરંતુ ગ્રાહકને વધારે નુકશાન થતાં ભાર્ગવભાઈ ફેફરએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે કહયુ હતું કે ગ્રાહકે વીમાને રેગ્યુલર વર્ષોથી પ્રિમીયર ભરે છે.જયારે જીવનું જોખમ હોય ત્યારે દર્દીના જીવનો સવાલ છે વીમા કંપનીએ કહયુ કે એરબસનો ઉપયોગ કરવો હોય તો પોલીસી કરાર મુજબ એડીશનલ પ્રીમીયક ભરવુ જોઇએ તે ભરેલ નથી માટે વીમો મળે નહી ત્યારે ગ્રાહક અદાલત ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે “ગ્રાહકે વીમો ભરેલ છે અને તે પોલીસી ૧૦,૦૦,૦૦૦ ની છે. માટે તેની પોલીસી પ્રમાણે ઘટતા રૂપિયા ,૯૬,૯૫૬ અને ખર્ચના પાંચ હજાર બે માસમાં ચુકવી આપવા જો સમય મર્યાદામાં રૂપિયા નહી ચુકવવામાં આવે તો નવ ટકા લેખે ચુકવવા પડશે તેવો હુકમ કરેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (૯૯૭૮૯ ૮૩૯૮૬) અને મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮) એ આપેલ છે.






Latest News