મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ


SHARE









ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ

ટીબી સામેની લડાઈ માત્ર આરોગ્ય વિભાગની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સહભાગિતાથી જ ‘ટીબી મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ સંદેશને લોકો સુધી પહોંચાડવાના હેતુથી વાંકાનેર તાલુકામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત દોશી કોલેજના આર્ટ્સ અને કોમર્સ કોલેજના NSSનાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલ રેલીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા “ટીબી હારેગા, દેશ જીતેગા!”, “ટીબીને દુશ્મન અને ટીબીના દર્દીને મિત્ર બનાવો”, “ભેદભાવ મિટાવો, ટીબીના દર્દીને અપનાવો” તેમજ “જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” જેવા વિવિધ જનજાગૃતિ સૂત્રો લગાવવામાં આવ્યા હતા, તેમજ સુત્રો ચાર પણ કરવામાં આવ્યો હતો. અને ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર, મિત્રો અને આસપાસના સમાજમાં ટીબી અંગે સાચી માહિતી પહોંચાડીને જાગૃતિના દૂત બની શકે છે. આ જ હેતુથી વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો અંગે સજાગ રહેવા, શંકાસ્પદ કેસમાં સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તથા ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને જીલ્લા ક્ષય કેન્દ્રથી જિલ્લા કો-ઓર્ડિનેટર પીયુષભાઈ જોશી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર વી.એચ.માથકીયા, ટીબી સુપરવાઈઝર એન.જી.સાપરા તથા અસ્લમ વી.માથકીયા દ્વારા NSSના વિદ્યાર્થીઓને ટીબી રોગ, તેના નિવારણ, સમયસર નિદાન અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News