મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે


SHARE







મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નવું આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) કાર્યરત કરવામાં આવ્યું છે. આ અદ્યતન પોર્ટલ પર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી વિભાગની અત્યંત મહત્વાકાંક્ષી એવી ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ (કપાસ ક્રાંતિ) યોજનાના નિદર્શન ઘટક હેઠળ સહાય મેળવવા ઈચ્છતા જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો આગામી તા. ૨૪/૦૭/૨૦૨૬ સુધી (કુલ ૧૪ દિવસ) ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પોર્ટલ પર અરજી કરતા પૂર્વે ખેડૂતોએ પોતાના ચાલુ મોબાઈલ નંબરની મદદથી પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન (નોંધણી) કરવું ફરજિયાત રહેશે. આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજીઓ સ્વીકારવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, મોરબી જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અરજીઓનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (લોટરી) કરીને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી એક અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત નિયત થયેલા ભૌતિક લક્ષ્યાંકની મર્યાદામાં જ લાયક ખેડૂતોને પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.આ આકર્ષક યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવા માટે જિલ્લાના તમામ કપાસ ઉત્પાદક ખેડૂત મિત્રોને સમયસર ઓનલાઈન અરજી કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારની યાદીમાં જણાવાયું છે.




Latest News