મોરબીના નવા સાદુરકા ગામે બજરંગ યુવક મંડળ દ્રારા સેવા કાર્યો માટે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન
એક દિવસમાં ડબલ !: મોરબી જિલ્લામાં કોરોનાની લોભામણી ચાલ ?
SHARE
એક દિવસમાં ડબલ !: મોરબી જિલ્લામાં કોરોનાની લોભામણી ચાલ ?
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલે નવા ૨૪ કેસ સામે આવ્યા છે જેમાં છ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેથી કરીને આજની તારીખે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૬૩ કોરોનાના એક્ટિવ કેસ છે જે તમામ દર્દીઓને સારવાર ચાલુ છે અને દિવસે દિવસે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતો હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના સંચાલકો સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે
મોરબી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેથી હાલમાં મોરબીના તંત્રવાહકો, આરોગ્ય વિભાગ, શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિતનાઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે ખાસ કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોમાં કોરોનાનું સંક્રમણ ઓછા પ્રમાણમાં જોવા મળતું હતું જોકે આ વખતે વિદ્યાર્થીઓમાં પણ કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને અત્યાર સુધી મોરબી જિલ્લામાં જે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે
ગઈકાલે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી ૧૨૦૦ કરતાં વધુ લોકોના કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી છ વિદ્યાર્થીઓ સહિત કુલ મળીને નવા ૨૪ કેસ સામે આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, સોમવારે મોરબી જિલ્લામાં કોરોના ૧૨ કેસ આવ્યા હતા અને બીજા જ દિવસે એટલે કે મંગળવારે કોરોના ૨૪ કેસ થઈ ગયા છે
હાલમાં મોરબીના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને વધુમાં માહિતી આપતા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે જે ૬ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાં નાલંદા વિદ્યાલય ૪, નવયુગ વિદ્યાલયનો એક અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનો એક વિદ્યાર્થી છે અને અન્ય લોકો મળીને ૨૪ કોરોના પોઝિટિવ કેસ આવતા આજની તારીખે મોરબી જિલ્લાની અંદર કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૬૩ થઈ ગયેલ છે