મોરબીમાં આવેલ શ્રી રામ મોબાઈલ ટેલિકોમ નામની દુકાનમા આગ લાગતાં ૨૦ લાખથી વધુનું નુકશાન
મોરબીના નવા સાદુરકા ગામે બજરંગ યુવક મંડળ દ્રારા સેવા કાર્યો માટે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન
SHARE
મોરબીના નવા સાદુરકા ગામે બજરંગ યુવક મંડળ દ્રારા સેવા કાર્યો માટે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી નજીકના નવા સાદુરકા ગામે પાળવાળા હનુમાન મંદિર પાસે જે તળાવ આવેલ છે તે તળાવની અંદર હાલમાં ગામના બજરંગ યુવક મંડળ દ્વારા જીલ્લાભરમાં નમૂનેદાર કહી શકાય તેવું સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલું છે જેમાં એનપીએલ એટલે કે નવા સાદુરકા પ્રીમિયર લીગના નામે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં નેવું જેટલી ટીમો ભાગ લેવાની છે.દરરોજ સાંજના છ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન ત્રણ મેચો રમાશે.જેમાં દરરોજ છ ટીમો ભાગ લેવાની છે અને અંદાજે ૪૫ દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલશે. અહીં નોંધનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સેનાની ત્રણેય પાંખના વડા બીપીન રાવત સહીત શહીદ થયેલા ૧૩ શહીદોને ગામના આર્મીમેન સહીતનાઓ દ્રારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મોરબીના નવા સાદુરકા ગામે પાળવાળા હનુમાન મંદિર પાસે જે તળાવ આવેલું છે તેમાં હાલ પાણી ન હોય તેમાં સુંદર મેદાન બનાવીને જિલ્લામાં નમુનેદાર કહી શકાય તેવું ગ્રાઉન્ડ બનાવીને બજરંગ યુવક મંડળના સભ્યો તથા ગામ સમસ્ત દ્વારા એનપીએલ (નવા સાદુરકા પ્રીમિયર લીગ) નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૯૦ જેટલી ટીમોએ ભાગ લીધો છે અગાઉ પણ બે વખત ગામમાં નાના પાયે આયોજન થયા બાદ આ વખતે મોટા પાયે પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રીમિયર લીગમાં ભાગ લેનાર ટીમો માટે ફી રાખવામાં આવેલ છે તે ઉપરાંત વિજ્ઞાપન દાતાઓ તરફથી જે કંઈ આર્થિક સહકાર મળે તેના તેમાંથી ટુર્નામેન્ટનો ખર્ચ બાદ કર્યા બાદ જે કંઈ આવક થશે તેનો ઉપયોગ નવા સાદુરકા ગામે કોઈપણ ધર્માદા કે સેવાના કામમાં વાપરવામાં આવશે તેવું બજરંગ યુવક મંડળ દ્વારા જણાવવામા આવેલ છે.
બનાવવામાં આવેલ આ ગ્રાઉન્ડની વિશેષતા એ છે કે જિલ્લામાં સૌથી સુંદર ગ્રાઉન્ડ કહી શકાય તેવું ગ્રાઉન્ડ નવા સાદુરકા ગામે બનાવાયેલું છે.ગામના પાળવાળા હનુમાન મંદિરના તળાવની જગ્યાને સાફ સફાઈ કરીને ત્યાં સુંદર ગ્રાઉન્ડ બનાવેલ છે.કોઈ ખાનગી શાળાની અંદર જે પ્રકારનું ગ્રાઉન્ડ હોય તેવા પ્રકારનું ગ્રાઉન્ડ આયોજકો દ્વારા બનાવવામાં આવે છે.આયોજકો દ્વારા જે કોઈ ટીમો ભાગ લેવાની છે તેવો પાસેથી જે કંઈ ફિ ચાર્જ કરવામાં આવી છે અને ત્યારબાદ જે કંઈ વિજ્ઞાપન દાતાઓ પાસેથી જે કાંઇ આવક આવશે તેમાંથી સમગ્ર ટુર્નામેન્ટનો ખર્ચ બાદ કર્યા બાદ વધતી રકમમાંથી ગામની અંદર બજરંગ યુવક મંડળ દ્વારા સેવા કાર્યો કરવામાં આવશે તેવું બજરંગ મંડળ દ્વારા જાણવા મળેલ છે.બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન મંદિર પાસે પાંત્રીસ વીઘામાં સુંદર બગીચાનું પણ આયોજન કરવામાં આવેલું છે.એટલે કે મોરબી સીટીની અંદર બાળકોને રમવા માટે હોવું જોઈએ તેવું સારૂ ગ્રાઉન્ડ બાળકોને રમવા માટે નથી ત્યારે સુંદર ગ્રાઉન્ડ મોરબીના એક નાનકડા ગામડામાં છે..! અને એ રીતે જ મોરબી શહેરવાસીઓ માટે બેસવા કે હરવા-ફરવા લાયક સારા સ્થળો કે સારા બગીચાઓની આજે જયારે તાતી જરૂરિયાત છે ત્યારે મોરબી નજીકના નાના એવા નવા સાદુરકા ગામે સુંદર બગીચાનું આયોજન કરવામાં આવ્યુ છે.ગામના બજરંગ યુવક મંડળના રોહિત પાંચોટિયા, રદનીક પાંચોટિયા, હિતેશ પાંચોટિયા, ધર્મેશ દેત્રોજા, વિશાલ પાંચોટિયા અને જનક ભુવા સહિતની ટીમ તેમજ ગામના આગેવાનો દ્રારા સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે અને ગામના વડીલો અને આગેવાનો દ્વારા યુવાનોની આ મહેનતને બિરદાવવામા આવી રહી છે.