મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર જીનપરા સાત નાલા પાસેથી જુગાર રમતા ૬ શખ્સો ૧૦,૧૮૦ની રોકડા સાથે ઝડપાયા


SHARE











વાંકાનેર જીનપરા સાત નાલા પાસેથી જુગાર રમતા ૬ શખ્સો ૧૦,૧૮૦ની રોકડા સાથે ઝડપાયા

વાંકાનેર શહેરના જીનપરા સાત નાલા પાસે આવેલા અવેડાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે છ શખ્સો ૧૦,૧૮૦ની રોકડા સાથે પકડાયા હતા જેથી પોલીસે તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા સાત નાલા પાસે આવેલ અવેડા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ, વિશાલભાઈ વિનોદભાઈ અધારા, નીતિનભાઈ ધનજીભાઈ રૂદાતલા, શાહરૂખભાઈ ઈકબાલભાઈ બોદાડીયા, રફિકભાઈ જુમાભાઈ કુરેશી અને જનકભાઈ પરસોતમભાઈ બાવરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૧૮૦ ની રોકડ સાથે જુગારીઓની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

ખીરઇ ગામે જુગારની રેડ

માળીયા મીયાણા ખીરઇ ગામે આવેલ ગોસીયા મસ્જીદ પાસે આવેલ આંગણવાડીની બાજુમા જુગારની રેડ કરી હતી ત્યારે કાદરભાઇ હાસમભાઇ સખાયા જાતે મીયાણા, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી જાતે મીયાણા અને સમંદરભાઇ સિકંદરભાઇ સામતાણી જાતે મીયાણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા ૨૬૫૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News