મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત


SHARE





મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત

મોરબી જિલ્લાના કૌશલ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના સરકારના હકારાત્મક અભિગમ અંતર્ગત મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના પરિસરમાં બહારગામથી આવતા તાલીમાર્થીઓની રહેવાની ઉત્કૃષ્ટ સુવિધા અર્થે ૧૨.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.

આઈટીઆઈ ખાતે નવીન હોસ્ટેલ ભવનના નિર્માણથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાંથી ટેકનિકલ કૌશલ્યનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી શૈક્ષણિક રાહત અને સુવિધા મળશે. વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર,  રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, સંસ્થાના પ્રિન્સિપાલ માયાબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, સ્થાનિક પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News