મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ


SHARE





વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ

વાંકાનેરમાં આવેલ વાંઢા લીમડા ચોક અને લક્ષ્મીપરા ચોકની વચ્ચેના ભાગમાંથી વૃદ્ધ ધોળા દિવસે પોતાના હાથમાં થેલો લઈને જતાં હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા તેની પાસેથી થેલાની માંગણી કરવામાં આવી હતી ત્યારે વૃદ્ધે થેલો આપવાની ના પાડી હતી જેથી અજાણ્યા શખ્સોએ વૃદ્ધને ઘેરી લીધા હતા અને બાદમાં તેની સાથે જપજપી કરીને વૃદ્ધને નીચે પડી દીધા હતા અને તેની પાસે રહેલ થેલાની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જે થેલામાં રોકડા 3000 રૂપિયા તથા ઓળખ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડ ખાતે રહેતા હીરાલાલ નાનજીભાઈ વિડજા (65) નામના વૃદ્ધે વાંકનેર સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરમાં આવેલ વાંઢા લીમડા ચોક અને લક્ષ્મીપરા ચોક વચ્ચેથી ચાલીને તેઓ પસાર થઈ રહ્યા હતા અને જીપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ તેઓ જતા હતા ત્યારે બાઈક લઈને અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને ફરિયાદી વૃદ્ધના હાથમાં રહેલા થેલાની માંગણી કરી હતી ત્યારે વૃદ્ધે થેલો આપવાની ના પાડતાં આરોપીઓએ તેને ઘેરી લીધા હતા અને તેની પાસે રહેલ થેલાને ઝૂંટવી લેવા માટે જપજપી કરી હતી ત્યારે વૃદ્ધને નીચે પાડી દીધા હતા અને બાદમાં થેલાની લૂંટ કરીને આ શખ્સો નાશી ગયા હતા જો કે, થેલામાં રોકડા 3000 રૂપિયા ઓળખકાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ રાખેલા હોય ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

હળવદમાં આવેલ કેનાલ રોડ ઉપર વિશ્વાસ હોમ્સ ખાતે રહેતા ચિરાગભાઈ હસમુખભાઈ કૈલા (32)અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા હસમુખભાઈ કૈલાએ હળવદની સરા ચોકડી નજીક શીતલ આઇસ ગોલા લારીની સામે બાઈક નંબર જીજે 36 જે 7282 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News