મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર


SHARE









ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર

ટંકારાના છતર ગામની જીઆઇડીસી પાસે રોડ સાઈડમાં ત્રણ યુવાનો પસાર થઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તે પૈકીનાં બે યુવાનોને પાછળથી હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં એક યુવાનને માથામાં હેમરેજ તથા ખભા, પગ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી જ્યારે બીજા યુવાનને પેટના ભાગે ઇજા અને સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ઇજાગ્રસ્ત યુવાનના કૌટુંબિક ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ જીઆઇડીસી સામે રહેતા અને જેટકોના પાવર હાઉસમાં નોકરી કરતા મયુરભાઈ દિલીપભાઈ વાંઝા (29) એ કાર નંબર જીજે 13 એએચ 0913 ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે છતર ગામે જીઆઇડીસી સામે હાઇવે રોડ ઉપરથી ફરિયાદી તથા તેના કાકાના દીકરા અક્ષયભાઈ તથા કેવલભાઈ પગપાળા ચાલીને રોડ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અક્ષયભાઈ અને કેવલભાઈને પાછળથી હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં અક્ષયભાઈને માથામાં હેમરેજ તથા ખભા, પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જ્યારે સાહેદ કેવલભાઈને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારનો ચાલક પોતાની કાર સ્થળ ઉપરથી લઈને નાસી છૂટ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી જાણવા મળતી હોય કે પ્રમાણે તેના કાકાનો દીકરો અક્ષયભાઈ અને કેવલભાઈ બંને તેઓના ગામથી છત્તર ગામે નોકરીની શોધવામાં આવ્યા હતા અને ફરિયાદી સહિતના ત્રણેય યુવાન ચાલીને જતાં હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો છે. અને હાલમાં બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.




Latest News