મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા


SHARE





વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી બાઈક લઈને આવી રહેલા શખ્સે અકસ્માત સર્જ્યો હતો અને આ બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના કાકાએ નોંધાવેલ ફરીયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે રહેતા પ્રભાતભાઈ ભોજાભાઇ રાઠોડ (38) એ હાલમાં બાઈક નંબર જીજે 36 એ કે 3431 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓનો ભત્રીજો જગદીશ મનસુખભાઈ રાઠોડ (17) બાઈક નંબર જીજે 36 એએન 9023 લઈને સરોડી હાઇસ્કુલ ખાતે ભણવા માટે થઈને ગયો હતો અને ત્યાંથી તે સાંજે છૂટીને પોતાના ઘર તરફ આવવા માટે નીકળ્યો હતો દરમિયાન ગુંદાખડા ગામ પાસે આવેલા વણાંક નજીક તેના બાઈકની સાથે આરોપીએ બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભત્રીજાને માથામાં અને શરીરે ઈજાઓ તો થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભ ઇજાગ્રસ્ત યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News