મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ


SHARE









મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યની અંદર હાલમાં મેઘરાજા ટી-20 મેચના પાવર પ્લેની જેમ બેટિંગ કરી રહ્યા છે અને ગામના ગામ પાણીમાં ડૂબી જાય તે પ્રકારનો વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પાંચેય તાલુકામાં વરસી ગયો છે

મોરબી જિલ્લાના ખેડૂતો સહિતના લોકો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવાના કારણે હળવો ભારે વરસાદ મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર વરસી રહ્યો છે તેવામાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં 24 કલાકમાં બે થી લઈને અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ ખાસ કરીને રાત્રિના 10 થી લઈને સવારના 6 વાગ્યા સુધીના સમય ગાળામાં પાંચેય તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ વરસ્યો છે જેમાં માળિયા તાલુકામાં 62 એમએમ, મોરબી તાલુકામાં 60 એમએમ, ટંકારા તાલુકામાં 51 એમએમ, વાંકાનેર તાલુકામાં 66 એમએમ અને હળવદ તાલુકામાં 57 એમએમ જેટલો વરસાદ વરસી ગયો છે અને જો ચાલુ વર્ષે સિઝનના વરસાદના આંકડા ઉપર નજર કરી તો મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 184 એમએમ, મોરબી તાલુકામાં 191 એમએમ, ટંકારા તાલુકામાં 127 એમએમ, વાંકાનેર તાલુકામાં 134 એમએમ અને હળવદ તાલુકામાં 168 જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને ગમે ત્યારે આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવા વાદળો જોવા મળી રહ્યા છે.




Latest News