મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત


SHARE







મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત

 

મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર પાણી નિકાલ માટે બનાવવામાં આવેલ ખુલી ગટરમાં પડી જવાના કારણે આધેડ પાણીમાં ડૂબી ગયા હતા ત્યાંથી બહાર કાઢીને તેઓને સારવારમાં લઈ ગયા હતા જોકે તેમનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના ઘૂટું ગામની સીમમાં કાલી સીરામીક સામે વાડીના સેઢા નજીકથી કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં આધેડ મળી આવ્યા હોય મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મૂળ મોરબીના લાલપર ગામના રહેવાસીના હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા ભરતભાઈ બચુભાઈ વાસડિયા (51) નામના આધેડ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે રોડ સાઈડમાં સર્વિસ રોડ પાસે બનાવવામાં આવેલ પાણીના નિકાલ માટેની ગટરમાં કોઈપણ કારણોસર પડી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને જોકે તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતકના ભાઈ કમલેશભાઈ બચુભાઈ વાસડીયા (47) રહે. જનતા સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં ઘૂટું ગામની સીમમાં આવેલ કાલી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા માનાભાઈ કાળુભાઈ ડામોર (55) નામના આધેડ કોઈપણ કારણોસર કાલી સીરામીક સામે પ્રેમજીભાઈની વાડીના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યા હોય તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની અમિતભાઈ ડાયાભાઈ મારવાણીયા (37) રહે. આલાપ રોડ કર્મયોગી સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News