મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી


SHARE





વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી

વાંકાનેરના જુના વઘાસિયા ગામે બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ગણતરીની કલાકો માટે બંધ રહેલા મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1.71 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર નજીક આવેલ જુના વઘાસીયા ગામે રહેતા ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તા. 4/8 ના સાંજના સાત વાગ્યાથી બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેઓના ઘરની ઓસરીના દરવાજામાં લગાવેલ તાળાંને તોડી નાખ્યુ હતું અને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાના બે ચેન, સોનાનો એક કાપ, સોનાની એક વીટી, સોનાના બે દાણા, સોનાની બે કડી, ચાંદીના છ નંગ સાંકડા તથા રોકડા 1,35,000 આમ કુલ મળીને 1,71,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News