વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

સતત ચોથીવાર ગિરનાર સર કરનાર મોરબીની મહિલા કોન્સ્ટેબલનું એસપીએ કર્યું સન્માન


SHARE







સતત ચોથીવાર ગિરનાર સર કરનાર મોરબીની મહિલા કોન્સ્ટેબલનું એસપીએ કર્યું સન્માન

મંજિલે ઉન હી કો મિલતી હે જીન કે સાપનો મેં જાન હોતી હે... આ પંક્તિને મોરબીના નાના એવા ચાંચાપર ગામે જન્મેલી અને હાલમાં મોરબી જીલ્લામાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી ભૂમિકા ભૂતે સાર્થક કરી બતાવી છે અને ગીરનાર આરોહણ અવરોહણ રાજ્ય કક્ષાની અને નેશનલ લેવલની સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી તે સતત વિજેતા બની રહ્યા છે આટલું જ નહિ ભૂમિકા ડીજી કપ અને ખેલ મહાકુંભમાં પણ દોડની સ્પર્ધામાં સતત વિજેતા બનીને અનેક ગોલ્ડ મેડલ મેળવાયા છે

૩૬ મી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તાજેતરમાં યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા વુમન લોકરક્ષક મૂળ મોરબીના ચાંચાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા ભુમિકાબેન ભુતે દ્વારા સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે તેની મોરબી જિલ્લાના એસપી એસ.આર.ઓડેદરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભુમિકાબેન દુર્લભજીભાઈ ભુત વર્ષ ૨૦૧૭માં પોલીસમાં ભરતી થયેલા છે અને હાલ મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધી કુલ ૨૫ જેટલી એથ્લેટીકસ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધાઓમાં ભાગ લઇ તમામ ઇવેન્ટ્સમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારેલ છે.

ભુમિકાબેને અત્યાર સુધીમાં રર ગોલ્ડ મેડલ, ૨ સીલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વર્ષ ૨૦૨૨ માં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુમિકાબેન દ્વારા સીનીયર બહેનોના વિભાગમાં ૪૧.૨૮ મીનીટમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂરી કરવામાં આવી હતી અને તેઓએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ૨૦૧૯-૨૦માં યોજાયેલ ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૩૮.૨૧ મીનીટમાં રેકોર્ડ સાથે તેને આ સ્પર્ધા પૂરી કરી હતી અને તેઓ જુનાગઢ ખાતે યોજાતી રાષ્ટ્રીય-રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ નંબર લઈ ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાનું તેમજ મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધારે છે. 




Latest News