એક્સ્ક્લુસિવ: વાંકાનેરની મેસરીયા ચેક પોસ્ટ પાસેથી ૪ કિલો ગાંજો ભરેલી રિક્ષા સાથે ત્રણ ઝડપાયા
મોરબી નગરપાલિકામાં મૃત્યુ પામેલ કર્મચારીઓના નામે પગાર કરીને પ્રજાના નાણાંની ઉચાપત ..?!
SHARE
મોરબી નગરપાલિકામાં મૃત્યુ પામેલ કર્મચારીઓના નામે પગાર કરીને પ્રજાના નાણાંની ઉચાપત ..?!
ગુજરાત હાઇકોર્ટે બે માસમાં તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો : મોરબી કોગ્રેસ
મોરબી નગરપાલિકા વિવાદોનો અખાડો બની ગયેલ હોય અને પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સરૂપી નાણાંની પાલિકાના ભાજપ શાસિત નગરપાલિકાના વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ ના સમયમાં થયેલ નાણાની ઉચાપતની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન સ્પેશ્યલ સિવિલ અરજી નં.૧૧૫૨૩/૨૦૧૫ વડે મોરબી કોંગ્રેસ પક્ષના તે સમયના વિરોધપક્ષના નેતા ધીરૂભાઈ મકવાણા દ્વારા દાખલ કરવામાં આવેલ અને કોર્ટમાં દાદ માંગેલી કે મોરબી નગરપાલિકાના તત્કાલિક પ્રમુખ લલિતભાઇ કમરીયા અને પાલિકાના ચીફ ઓફિસર ગિરિશભાઈ સરેયાએ મોરબી નગરપાલિકામાં બિન કાયદેસર રીતે કોઇપણ જાતની જાહેરાત જે જનરલ બોર્ડના ઠરાવ વગર કાગળ ઉપર રોજમદાર કર્મચારીઓની ભરતી કરેલ છે અને આ કર્મચારીઓના વેતનની ઉચાપત કરવામાં આવેલ છે જે બાબત ની ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.
જેમાં નગરપાલિકાના રોજમદાર રખાયેલ કર્મચારીઓ પૈકીના કેશા સમા તા.૧-૩-૨૦૧૪ થી ૩૧-૩-૨૦૧૪ સુઘીનું વેતન પાલિકા દ્વારા ચૂકવાયેલ છે પરંતુ તેમનું મૃત્યુ તો તા.૧૯-૧૦-૨૦૦૨ માં થયેલ તે રીતે જ કિશોર રામાને પણ તા.૧-૩-૨૦૧૪ થી ૩૧-૩-૨૦૧૪ સુઘી વેતન ચૂકવામાં આવેલ અને તેમનું મૃત્યુ પણ તા.૨-૭-૨૦૧૨ ના રોજ થયેલ, જયારે નબુ માનકીને તા.૧-૯-૨૦૧૪ થી ૧૫-૯-૨૦૧૪ સુઘી વેતન ચૂકવામાં આવેલ અને તેમનું મૃત્યુ તો તા.૧૨-૬-૨૦૧૩ ના રોજ થયુ હતુ. તેમજ મોરબી નગરપાલિકાના તે સમયના સદસ્ય ધીરૂભાઈ મકવાણાના પિતા ચનાભાઈ મકવાણા કે જેમનું મુત્યુ તા.૨૬-૬-૧૯૭૫ માં થયેલ પરંતુ તેમ છતાં પાલિકાના પગાર રોલમાં તા.૧-૬-૨૦૧૪ થી ૧૫-૬-૨૦૧૪ સુઘીનો પગાર ચૂકવાયેલ..! તો મુત્યુ પામેલ કર્મચારીઓનો પગાર ક્યાં ગયો..? તેવો સવાલ થાય એ સ્વભાવિક છે માટે કોર્ટે આ બઘી હકીકતોને ઘ્યાને લઇને મોરબી નગરપાલિકામાં પ્રજાના નાણાંની ઉચાપત થયેલ છે એમ માનીને તાત્કાલિક આઠ અઠવાડિયામાં ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા અને તત્કાલીન પ્રમુખ લલિતભાઇ કામરિયા વિરૂધ કાર્યવાહી કરીને અરજદારને જાણ કરવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કરેલ છે.