મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર


SHARE









મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર

મોરબી મહાપાલિકા ખાતે રાજ્ય મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહાપાલિકામાં મેયર ઉત્તમ સુરાણી તેમજ તમામ ચૂંટાયેલા સભ્યો અને કમિશનર સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના લોકોની સમસ્યાઓનો વહેલમાં વહેલી તકે નિકાલ કેવી રીતે કરવામાં આવેલ તેના માટેની ચર્ચા કરવામાં આવી હતી અને જુદાજુદા વોર્ડની સમસ્યાઓ અંગેની માહિતી ચૂંટાયેલ સભ્યો પાસેથી મંત્રીએ મેળવી હતી અને ત્યાર બાદ તેના નિકાલ માટે કમિશનરને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ સમિક્ષા બેઠકમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મહાપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, શહેરમાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સાથે જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિઝન 2047, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઓનલાઈન સેવાઓ દ્વારા સામાન્ય નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે તંત્રે સક્રિય રીતે કામગીરી કરવી જોઈએ.

આ સાથે મોરબી મહાપાલિકા વિસ્તાર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિત તમામ સરકારી કચેરીઓમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ અંગે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે અને છેવાડાના વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચે તે માટે ખાસ ધ્યાન આપવાનું અનુરોધ કરવામાં આવ્યો હતો. અને અંતમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આવનાર સમયમાં મોરબી મહાપાલિકા અન્ય શહેરોની સામે વિકાસના કાર્યો દ્વારા આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે. જેથી તમામ ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ, સમિતિના સભ્યો તેમજ અધિકારીઓ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી હતી. 




Latest News