મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન


SHARE









ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૧૧/૮ ના રોજ રાજકોટ-મોરબી હાઇવે, રામદેવપીરના મંદિર ની બાજુમાં, આઈ.ટી.આઈ ટંકારા ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. મોરબી જિલ્લાના નિયત લાયકાત ધરાવતા મહત્તમ યુવાનો આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારી મનીષા સાવનિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ફ્રી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
ગાંધીનગર નિયામક આયુષની કચેરી તથા  મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી ૨૧ ઓગસ્ટ "વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ" ની ઉજવણીના ભાગરૂપે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય જતન અર્થે વિશેષ આયુર્વેદિક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું (જનરલ હોસ્પિટલ) દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરારના પ્રયાસોથી આગામી તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમિયાન વૃદ્ધાશ્રમ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.




Latest News