મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE





મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં વૃદ્ધાની માલિકીની જમીન આવેલ છે તેમાં 196.36 ચોરસ મીટરમાં ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને દુકાનો બનાવવામાં આવી છે અને આ દુકાનોને ભાડે આપવામાં આવે છે આમ ગેરકાયદેસર દબાણ કરીને જમીન પચાવી પાડનાર શખ્સની સામે વૃદ્ધાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલ મુંબઈમાં વર્ધમાન કોપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ફ્લેટ નંબર 10 માં રહેતા રશ્મિબેન વિશનજીભાઈ ઠક્કર (66)વિરમભાઈ ઘેલાભાઈ ભરવાડ રહે. રાજકોટ વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં સર્વે નંબર 23 પૈકીની જમીન ફરિયાદી તથા સાહેબ સોનલબેન વિશનજીભાઈ ઠક્કર રહે. મુંબઈ વાળાની સંયુક્ત માલિકીની જમીન આવેલ છે અને ત્યાં આઈઓસીએલ કંપની બાજુમાં આવેલ 762.36 ચોરસ મીટર ખુલ્લી જમીનમાંથી 196.36 ચોરસ મીટર જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે પાકુ બાંધકામ કરીને દુકાનો બનાવી છે અને દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવેલ છે અને જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી તેને પચાવી પાડેલ છે જેથી હાલમાં વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News