મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ
ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર
SHARE
ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર
ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીના જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે તેની સામે પૂરતું વળતર ખેડૂતોને મળતું નથી જેથી પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતો ખાનગી વીજ કંપની અને સરકારની સામે મેદાને પડ્યા છે ત્યારે મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણી ખાતેથી મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી કે જમીન ખેડૂતોની છે માટે જમીનની કિંમત સરકાર નહીં ખેડૂતો જ નક્કી કરશે અને જ્યાં સુધી ખેડૂતોને પૂરું વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરમાં થાંભલા નાખવા દેવામાં આવશે નહીં અને જે રીતે દિલ્હીમાં જેન-ઝી એ સરકારને ચુકાવી એવી જ રીતે હવે ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતની અંદર ખાનગી કંપની અને સરકારને ઝુકાવશે.
છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ અને વીજ કોરીડોર સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ખેડૂતોને ખાનગી વીજ કંપનીના અધિકારીઓ તથા પોલીસ સાથે અગાઉ ઘર્ષણ થયું હતું ત્યારબાદ પ્રતિક ઉપવાસ અને આમરણાંત ઉપવાસ આંદોલન, આવેદનપત્ર આપવા છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોની માંગણી સંતોષવામાં આવી નથી જેથી હાલમાં આંદોલન પાર્ટ 3 ચાલુ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગામે ગામ ખેડૂતોને જાગૃત કરવા માટે સભાઓ ગજવામાં આવી રહી છે તેવામાં મોરબીના જેતપર ગામે ચાલતી ઉપવાસી છાવણી ખાતે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલની હાજરીમાં સભા યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યા હતા આ તકે વર્તમાન સમયમાં ખેડૂતો કેન્દ્ર સરકારની નીતિ નીતિના કારણે કઈ રીતે હેરાન છે અને દેશની અંદર અનેક ખેડૂતોએ અત્યાર સુધીમાં આપઘાત કર્યા છે તે બાબતને ધ્યાન રાખીને રઘુનાથદાદા પાટીલે ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે જમીન ખેડૂતોની છે તો તેના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીના જે વીજ પોલ ઉભા કરવામાં આવે છે તેના માટે ખેડૂત પોતાની જમીનની કિંમત નક્કી કરશે અને ત્યારબાદ જ ખાનગી વીજ કંપનીના વીજ બોલ ખેતરમાં ઊભા કરવા દેવામાં આવશે અને જો સરકાર ખેડૂતોની માંગણી સંતોષાશે નહીં તો આગામી સમયમાં માત્ર રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રીય વ્યાપી આંદોલન ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવશે કેમકે દેશના જુદા જુદા રાજ્યની અંદર ખેડૂતો સરકારની નીતિ નીતિના કારણે અલગ અલગ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેઓને નુકસાન પણ થયું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર સામે ખેડૂતો મેદાને પડશે તેવી ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી આ તકે જેતપર ખેડૂત આંદોલન સમિતિના આગેવાન નેહુલભાઈ અમૃતિયા એ જણાવ્યું હતું કે જે રીતે દિલ્હીના જંતર મંતર ખાતે યુવાનો દ્વારા આંદોલન ચલાવીને સરકારને ઝુકાવવામાં આવી અને મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું તેવી જ રીતે જો ગુજરાતમાં ખેડૂતોની માંગણીઓને વર્તમાન સરકાર દ્વારા સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં ફાર્મર જેન-ઝી દ્વારા આંદોલન ચલાવવામાં આવશે અને ભૂતકાળમાં જે રીતે ખેડૂતોએ ગુજરાતમાં કોંગ્રેસને ઉથલાવી હતી તેવી જ રીતે આગામી સમયમાં ફાર્મર જેન-ઝી ભાજપ સરકારને મૂળિયા સાથે ગુજરાતમાંથી ઉખેડી નાખશે માટે ખેડૂતોની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે નહીં તો સરકાર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી ચેતવણી આપી છે.