મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો


SHARE





વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો

વાંકાનેરના જોધપર ગામે છોકરાઓને રમવા બાબતે બોલાચલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી ત્યારે મહિલા અને તેની દીકરીને લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે શરીરે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર મહિલા સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઇ સોલંકી (35)  હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલભાઈ હમીરભાઇ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ અને દેવુબેન હમીરભાઇ રાઠોડ રહે. બધા જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફરિયાદી તથા તેની દીકરી શિવાની સાથે આરોપીઓએ અગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ લાકડાના ધોકા તથા પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીને શરીરે માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર મહિલા છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News