મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં
મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી
SHARE
મોરબી શહેમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે થઈને હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આજે હિન્દુ સંગઠનના આગેવાનો મોરબી મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મેયર સહિતના 52 ચૂંટાયેલા સભ્યો છે તેમની કતલખાના બંધ કરાવવા માટેના આવેદનપત્રમાં સહી સાથે સંમતિ લેવામાં આવી છે હવે કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને ત્યાર પછી જો પગલાં લઈ લેવામાં આવે તો હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન તથા પૂતળા દહન સહિતના કાર્યક્રમમાં આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાટકીવાસ, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે કતલખાના ચાલે છે તે ઉપરાંત ત્યાં માસ, મચ્છી, મટન વગેરેનું વેચાણ પણ કરવામાં આવે છે જોકે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને માસ, મચ્છી, મટનનું વેચાણ બંધ કરવા માટે થઈને મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે અગાઉ આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી દરમિયાન આજે વિશ્વ હિન્દુ પરિષદના કમલેશભાઈ બોરીચા સહિતના આગેવાનો મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં મેયર સહિતના તમામ ચૂંટાયેલા સભ્યોની કતલખાના બંધ કરાવવા માટેના આવેદનમાં સહી સાથે સંમતિ લેવામાં આવી હતી.
જેમાં મહાનગરપાલિકાના તમામ સભ્યોએ કતલખાના બંધ કરાવવા બાબતે સંમતિ આપી છે અને હવે મોરબી મહાપાલિકાના કમિશનરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ પણ જો મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન તથા નગર દરવાજાના ચોકમાં પૂતળા દહન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી કમલેશભાઈ બોરીચા દ્વારા ઉચ્ચારવામાં આવી છે
આ બાબતે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબીમાં જે કતલખાના ચાલી રહ્યા છે તેને બંધ કરાવવા માટે થઈને મહાપાલિકાના તમામ સભ્યોએ સંમતિ આપેલ છે તથા આગામી સમયમાં સક્ષમ અધિકારી સાથે તે બાબતે ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરી ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં આવશે. જ્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે હાલમાં શ્રાવણ માસની ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનાના તમામ સોમવાર તથા જન્માષ્ટમીના દિવસે માસ, મચ્છી, મટનનું વેચાણ બંધ તથા કતલખાના બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે ભવિષ્યમાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ થાય તેના માટેની પણ નોટિસો આપવામાં આવશે ત્યારબાદ આકરી કાર્યવાહી કરવામાં આવશે.