મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો


SHARE









મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો

મોરબીમાં સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આજે ઠાકરનો જ પરિવાર વાળા રાજુભાઈ ઠાકર અને તેમના પરિવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી, માળિયા, ટંકારા અને હળવદ તાલુકામાંથી ભૂદેવો પ્રસાદ લેવા માટે થઈને આવ્યા હતા અને અંદાજે પાંચ હજાર લોકો દ્વારા બ્રહ્મ ચોર્યાસીમાં પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો આ તકે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા

મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં મોરબીનો ઠાકર લૉજ પરિવાર ખૂબ જાણીતો છે તે પરિવારના ઓમ શંકર (રાજુભાઈ) કરુણાશંકર ઠાકર તથા તેઓના પરિવાર દ્વારા આજરોજ મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કર્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત બ્રહ્મ સમાજની તમામ પાંખના હોદ્દેદારો તથા સભ્યો પણ હાજર રહ્યા હતા અને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો સહિત કુલ મળીને લગભગ 5000 થી વધુ લોકો દ્વારા આજે બ્રહ્મ ચોર્યાસીમાં પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો આ કાર્યને સફળ બનાવવા માટે થઈને મોરબીમાં રાજુભાઈ ઠાકર અને તેઓનો પરિવાર તથા બ્રહ્મ સમાજની વિવિધ પાંખના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News