મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
ચોરી પે સીના ચોરી: રાયસંગપુરમાં રોડના નબળા કામની ફરિયાદ કરવા ગયેલા માતા-દીકરાને કોન્ટ્રાકટરે માર માર્યો
SHARE
ચોરી પે સીના ચોરી: રાયસંગપુરમાં રોડના નબળા કામની ફરિયાદ કરવા ગયેલા માતા-દીકરાને કોન્ટ્રાકટરે માર માર્યો
હળવદ તાલુકાનાં રાયસંગપુર ગામે રોડનું નબળું કામ કરનાર કોન્ટ્રાકટરને કામ સરખું કરવાનું કહેવા ગયેલ મહિલા અને તેના દીકરાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં રાયસંગપુર ગામે રહેતા વિનોદભાઇ ઉર્ફે ટીનાભાઇ કાનજીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (ઉ.૪૪)એ હાલમાં દીનેશભાઇ પ્રેમજીભાઇ તથા કુલદીપભાઇ દીનેશભાઇ રહે. બંન્ને મયુરનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાયસંગપુર ગામે ફરિયાદીની માતાના ઘર પાસે આરોપીઑ દ્વારા રોડનું કામ કરવામાં આવી રહ્યું છે અને તેની માતાના ઘરની સામે રોડમાં ખાડો રાખેલ છે તેના માતાએ આરોપી દીનેશભાઇ પ્રેમજીભાઇને રોડનું કામ સરખુ કરવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદીની માતાને ગાળો આપીને પાટુમારી પાડી દીધેલ હતા તેમજ ફરિયાદી યુવાન આરોપી દીનેશભાઇ પ્રેમજીભાઇ સાથે આ બનાવ બાબતે વાતચીત કરવા માટે ગયો હતો ત્યારે તેને આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને હાથમાં રહેલ લાકડાનાં ધોકાના ચારથી પાંચ ઘા શરીર ઉપર માર્યા હતા અને આરોપી કુલદીપભાઇ દીનેશભાઇએ લોખંડની પાઇપનો એક ઘા ડાબા હાથ ઉપર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે