મોરબીના જૂના બસ સ્ટેન્ડથી યુવતી ગુમ, તપાસ ચાલુ
SHARE
મોરબીના જૂના બસ સ્ટેન્ડથી યુવતી ગુમ, તપાસ ચાલુ
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામની રહેવાસી યુવતી મોરબી આવવા માટે નીકળી હતી અને મોરબી જુના બસ સ્ટેન્ડે આવ્યા બાદ તેણી ગુમ થતા પરિવારજનોએ આ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માળીયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા ભગવાનજીભાઈ ચાવડાની ૨૧ વર્ષીય પુત્રી જાનકીબેન તા.૨૦-૧૨ ના સવારે સાડા દસેક વાગ્યે મોટાભેલા ગામેથી મોરબી આવવા માટે બસમાં બેસીને નીકળી હતી અને અહીંથી તે ગુમ થઈ હતી. પરિવારે ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ જાનકીબેન ભગવાનજીભાઈ ચાવડાનો પતો ન લાગતા અંતે તેણીના ભાઈ વિક્રમ ભગવાનજી ચાવડા (૨૭) રહે.મોટાભેલા વાળાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે જાણ કરતાં હાલમાં તપાસ અધિકારી એ.એમ.ઝાપડિયાએ આ અંગે નોંધ કરીને ગુમ થયેલ જાનકીબેનની શોધખોળ હાથ ધરી છે.
યુવતીની ભાળ મળી
મોરબીના વાવડી રોડ જનકનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પ્રભુભાઈ શેરસીયાએ પોતાની દીકરી પીનલબેન વિનોદભાઈ પ્રભુભાઈ શેરસીયા (ઉમર ૨૦) ગુમ થઈ હોવા અંગે પોલીસમાં જાણ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે ગુમ થયેલ પિનલબેનને રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા તુષાર હરેશભાઈ ગજેરા નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોવાના લીધે તેની સાથે પ્રેમલગ્ન કરી લીધેલા છે.