વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો


SHARE





વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં આગઉ એનડીપીએસનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં એસઓજીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી આરોપીની ઝડપી લીધેલ છે અને આરોપીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં એસઓજીની ટિમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી સુદીપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા રહે. જોગ આશ્રમ પાછળ થાન વાળો વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે આરોપીને વાંકાનેર સીટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે. 




Latest News