મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ


SHARE





લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા જાહેર જનતાના હિતાર્થે હાથ ધરવામાં આવેલા વિવિધ સેવાકીય પ્રકલ્પો અંતર્ગત પાડા પુલ ઉપર મુકવામાં આવેલી આશરે 100 જેટલી બેન્ચનું રંગરોગાન તથા માવજત કરી તેને ફરીથી સુશોભિત અને ઉપયોગી બનાવવામાં આવી છે.લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા તહેવારોના અવસરને અનુલક્ષીને પાડા પુલ ઉપર જાહેર જનતાની સુવિધા માટે આ બેન્ચો મુકવામાં આવી હતી.આ પ્રકલ્પની વિશેષતા એ છે કે ક્લબ દ્વારા માત્ર બેન્ચો મુકીને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવતો નથી પરંતુ આ કાયમી સેવાકીય પ્રકલ્પ અંતર્ગત દર વર્ષે બેન્ચોની યોગ્ય માવજત, સમારકામ અને રંગરોગાન પણ કરવામાં આવે છે.

જાહેર સ્થળોએ લોકોની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ક્લબ દ્વારા કરવામાં આવતી આ કામગીરી સમાજ પ્રત્યેની સતત સેવા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.બેન્ચોના નવીનીકરણ બાદ પાડા પુલની સુંદરતામાં પણ વધારો થયો છે અને અહીં આવતા નાગરિકોને સ્વચ્છ તથા સુવિધાજનક બેસવાની વ્યવસ્થા મળી છે.આ સમગ્ર પ્રકલ્પની જવાબદારી સંભાળનાર પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો.રવિન્દ્ર ભટ્ટને આ સેવાકીય કામગીરી બદલ લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના પ્રેસિડેન્ટ લાયન સચીનભાઈ કોટેચા દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા સમાજના વિવિધ વર્ગોના હિતમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા જનહિતલક્ષી પ્રકલ્પો દ્વારા સમાજસેવાનું કાર્ય વધુ વેગવંતુ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.“સેવા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ સતત માવજત અને જવાબદારી સાથે નિભાવાતું કર્તવ્ય છે”  આ ભાવનાને સાર્થક કરતો આ પ્રકલ્પ મોરબી શહેરમાં સેવાભાવનું સુંદર ઉદાહરણ બની રહ્યો છે.




Latest News