મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા
SHARE
મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપરથી ડમ્પર લઈને પસાર થઈ રહેલા આધેડના વાહન સાથે ટ્રક ચાલકે સામેથી તેનું વહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ડમ્પરના ચાલકને હાથમાં તથા બંને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં રહેતા અક્રમભાઈ ફતેહમદભાઇ કટીયા (28)એ હાલમાં ટ્રક નં. આરજે 19 જીએચ 0388 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સીટીક્રોસ સેનેટરી કારખાના નજીકથી તેના કાકા હનીફભાઈ મોહમ્મદભાઈ કટિયા પોતાના હવાલા વાળું ડમ્પર નંબર જીજે 36 એક્સ 1241 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ટ્રક ચાલકેથી પોતાનું વાહન સામેથી ફરિયાદીના કાકાના ડમ્પરમાં અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના કાકાના હનીફભાઈ કટિયાને હાથમાં ટાંકા આવ્યા હતા અને બંને પગમાં ફ્રેક્ચર જેવી થયેલ છે જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે