મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો
SHARE
મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો
મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી નંબર વગરનું બાઇક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને એસઓજીની ટીમે તે શખ્સની પૂછપરછ કરી હતી ત્યારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી બાઇક મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી એસઓજી ટીમે આરોપીને પકડીને બાઇક સાથે બી ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના ઘૂટું રોડ તરફથી એક નંબર વગરનું કાળા કલરનું બાઇક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે બાઈક વિષે પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરતો હતો જેથી કરીને બાઈકની આરસી બૂક અને કાગળો માંગતા તેની પાસે તે ન હોવાનું કહ્યું હતું જેથી પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતાં બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું અને આ બાઈકના નંબર જીજે 36 એબી 0234 હોવાનું અને આ 40 હજારનું બાઈક ચોરી કે છળકપટથી મેળવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી આરોપી જયદેવ રમેશભાઈ ડાભી રહે. ખરેડા વાળાને પકડીને તેને આગળની કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.