હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
SHARE
હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
હળવદમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં યુવાન પાઇપ ઉપર ઉભો હતો અને તે પાઇપ ઉપર એક શખ્સ બેઠેલો હતો દરમિયાન પાઇપ તૂટવાના કારણે પાઇપ ઉપર બેઠેલ શખ્સ નીચે પડ્યો હતો જેથી તેને પાઇપ ઉપરની નીચે પટકાતાં ગુસ્સે ભરાયેલ શખ્સને પાઇપ ઉપર ઉભેલા વ્યક્તિને ગુપ્ત ભાગે પાટુ માર્યું હતું જેથી યુવાનને ડાબી બાજુએ શુક્રપિંડમાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનો કાયમી નાશ થયો છે આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના સિરોહી ગામે રહેતા અને મજૂર કામ કરતા દિલીપભાઈ આલાભાઇ વાઘેલા (45) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાન્ત રતિલાલ ચૌહાણ રહે.ચરાડવાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે હળવદ ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં આરોપી લોખંડની પાઇપ ઉપર બેઠેલો હતો અને તે પાઇપ ઉપર સાહેદ પ્રકાશભાઈ ઉભા હતા જેથી લોખંડનો પાઇપ તૂટી પડ્યો હતો અને આરોપી વિહાન્ત નીચે પડી ગયો હતો જેથી ગુસ્સે ભરાયેલા વિહાન્તે પ્રકાશભાઈને ગુપ્ત ભાગે પાટુ માર્યું હતું.જેથી તેઓને ડાબી સાઈડના શુક્રપિંડમાં ગંભીર ઇજા થતાં શુક્રપીંડનો કાયમી નાશ થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ઇજા પામેલા યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.