વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશનો સંસ્કૃતિ મહોત્સવ શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળાના આંગણે
SHARE
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશનો સંસ્કૃતિ મહોત્સવ શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળાના આંગણે
વિદ્યાભારતીની શાળાઓ શ્રી સરસ્વતી શિશુમંદિરના નામથી પૂરા દેશમાં ૨૮,૦૦૦ થી વધારે છે. શિક્ષણની સાથે બાળકોનું જીવન સંસ્કૃતિનિષ્ઠ, સંસ્કારયુક્ત તથા મૂલ્યવાન બને તે માટે અનેક કાર્યક્રમો તથા ક્રિયાકલાપોનું આયોજન થાય છે. વિદ્યાભારતીનો સંસ્કૃતિ બોધ પરિયોજના વિભાગ "સંસ્કૃતિ મહોત્સવ" નું આયોજન દર વર્ષે કરે છે. વિદ્યાલય તથા વિભાગ સ્તરે વિજેતા રાજય સ્તરે પોતાની પ્રતિભા પ્રસ્તુત કરે છે. જે મહોત્સવ આ વર્ષે મોરબીના શિશુમંદિરમાં રાખવામા આવેલ છે.અનેક પેઢીઓની ઉજ્જવળ જીવનશૈલીથી સંસ્કૃતિની સ્થાપના થાય સંસ્કૃતિનું સ્થાન માતા સમાન છે, જે આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આવી મહાન સંસ્કૃતિનાં વાહન માટે શિશુમંદિરોમાં સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે તથા તેને લગતા કાર્યક્રમો થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતનાં ૧૦ વિભાગોમાંથી અંદાજે ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તારીખ ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર શનિવાર અને રવિવારે સમૂહજીવનના પાઠ શીખશે તથા પ્રતિયોગિતાઓ જેવી કે પ્રશ્નમંચ, કથાકથન, શિધ્ર વકતૃત્વ, પત્રવાચન તથા મૂર્તિકલામાં ભાગ લેશે.
ઉપરોક્ત કાર્યક્મમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રનાં મા. સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીયા, વિદ્યાભારતીના ઉપાધ્યક્ષ ડૉ. કેશુભાઈ મોરસાણિયા, મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠન મંત્રી રાજેશભાઈ તુલ્યાન, જયંતિભાઈ પડસુંબિયા વગેરે સંપૂર્ણ ૦૨ દિવસ હજાર રહી વિદ્યાર્થીની પ્રતિભાને પ્રોત્સાહિત કરશે.કાર્યક્રમમા અતિથિ તરીકે ગુજરાત પોલિપેક એસોસીએશનના ડાયરેકટર જગદીશભાઈ પનારા તથા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ ડૉ. બાબુભાઈ અધારા તથા મોરબી શિશુમંદિરના ટ્રસ્ટનાં મંત્રી જયંતિભાઈ રાજકોટિયા પણ કાર્યક્રમ માટે વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે. કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તથા આયોજન માટે શિશુમંદિરનાં નિયામક સુનીલભાઈ પરમાર તથા સં.બો.પ. ના કાર્યાલય પ્રમુખ તુષારભાઈ પાણસણિયા તથા ૮૦ થી વધારે આચાર્યો તથા વિદ્યાલયની ટેકનીકલ ટીમ વિષ્ણુકુમાર વિડજા, ચિરાગભાઈ ભોરણિયા તથા આકાશભાઈ ધાનજા જહેમત ઉઠાવી રહ્યા છે.દિનાંક ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ રવિવારે શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ સવારે ૮ થી ૯ થશે. ૦૯:૩૦ થી ૧૨:30 એક સાથે વિવિધ પ્રતિયોગીતા શરૂ થશે. જેમાં વિદ્યાલયના વાલીઓ તથા સહુ શિક્ષણપ્રેમી મોરબીવાસીઓને આ કાર્યક્રમનો લાભ લેવા શ્રી સરસ્વતી શિશુમંદિર પરિવારનું ભાવભીનું આમંત્રણ છે