મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુક્ત રંગોના ઉપયોગથી મૂર્તિ બનાવવા, વેચાણ કરવા, સ્થાપન કરવા અને ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન કરવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ વિસર્જન સમયે મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન સરઘસ કાઢીને તળાવ કે નદીમાં કરવામાં આવે છે. જો કે, મૂર્તિઓના વિસર્જનથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગની ગાઈડલાઈન તેમજ સરકારના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવ નિમિતે મૂર્તિ સ્થાપના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી/ કુદરતી જળ સ્ત્રોતોમાં થતું પ્રદુષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અનુસાર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં થઈ શકશે નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ વિસર્જન કોઈ આયોજકોએ કરવું નહીં. અને સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં. તેમજ સરઘસની મંજૂરી માટે દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપરથી સરઘસ કાઢવું નહીં. અને આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.