હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ


SHARE





મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ

મોરબી નજીકના શનાળા ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા રંજનબેન વાઘેલા (42, રહે. રેલનગર રાજકોટ)ને અત્રેની સિવિલે સારવારમાં ખસેડાયા હતા જ્યારે મોરબીના પીપળી ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા કમલેશભાઇ સોલંકી (46, રહે. ધર્મગંગા સોસાયટી આઇટીઆઇ પાછળ)ને જાિઓ થતાં સારવાર માટે અહીંની શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. 

મહેન્દ્રનગર ચોકડી પાસે અજાણી દવા પી લેતા લતાબેન જયેશભાઇ પરમાર (30, રહે. દલવાડ સર્કલ પાસે, કંડલા બાયપાસ)ને સારવારમાં સિવિલે લઇ જવાયા હતા.
ગળેફાંસો ખાતા

મોરબી વીસીપરા મીલની ચાલી પાસે રહેતા ઇમરાન કાસમ જીંગીયાએ કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેને બચાવી લઇને અત્રેની સિવિલે સારવાર માટે લઇ જવાયો હોય, પોલીસે નોંધ કરી તપાસ શરુ કરેલ છે. જ્યારે રવાપર (નદી) ગામે વાડીએ ઝેરી દવા પી લેતા શોભનાબેન દિનેશભાઇ (43, રહે. શક્તિનગર, રવાપર-નદી)ને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

વાહન અકસ્માત
મોરબીના લખધીરપુર રોડ અનમોલ સિરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા મેધરાજ બંસીલાલ યોગી (35, રહે. લખધીરપુર રોડ)ને સારવાર માટે મોરબી લવાયો હતો તેમજ રાજપરા ગામે ઝેરી દવા પી લેતા સુરેશ પસરાભાઇ (18)ને પણ સારવાર માટે લઇ જવાયો હતો જ્યારે અહીંના હજનાળી ગામે સાપ કરડી જતા અતુલ બકાભાઇને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

મારામારી
મોરબીના જીકીયારી ગામે રહેતા મોહનભાઇ સોલંકીને ગામમાં મારામારીમાં ઇજા થયેલ હોય અત્રેની સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે લીલાપર ગામે થયેલ મારામારીમાં ઇજા થતાં રવિ ચંદુભાઇ સાગઠીયાને સારવાર માટે સિવિલે લાવવામાં આવેલ હોય પોલીસે નોંધ કરી તપાસ શરુ કરી હોવાનું જણાવેલ છે તેમજ લીલાપર ગામે જ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા શિવલાલ આંત્રેસાને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક આવેલ એન્ટીકા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા લીલીબેન સોરેનએ કોઇ કારણસર ક્વાટરમાં ફિનાઇનલ પી લેતા સારવારમાં લઇ જવાયા હતા જ્યારે મોરબી રેલવે સ્ટેશન રોડ ખાતે પાઇપ વડે માર મારવામાં આવેલ હોય ઇજા પામેલા ઉકાભાઇ ટાંકને સારવાર માટે ખસેડાયો હતો.

મોરબી વિસીફાટક પાસે થયેલ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ રણજીત જયરામ માન્યા અને છોટુ દિપકભાઇ (35, રહે. બંને વીસીપરા)ને સિવિલે સારવાર માટે લવાયા હતા તેમજ સબ જેલ સામે રહેતો હાર્દિક મનોજભાઇ વાઘેલા નામનો યુવાન કોઇ કારણોસર ફિનાઇલ પી ગયો હોય અત્રેની નકલંક હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડાએ નોંધ કરી કારણ અંગે તપાસ શરુ કરી છે.




Latest News