મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા


SHARE









મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા

ભુજ સરદહી રેન્જ આઇજી દ્વારા નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ- 6 નાસતા ફરતા આરોપીઓને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં આઇજી દ્વારા રાખવામા આવેલ સ્પેશ્યલ ડ્રાઇવમાં એસપી મુકેશ પટેલ દ્વારા અસરકારક કામગીરી કરવા એલસીબીના પીઆઇને સૂચના આપવામાં આવી હતી જેથી પીઆઇ એસ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો હતો અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા અને આ સ્પેશ્યલ ડ્રાઇવમાં વાંકાનેર સીટીના ગુનામાં નાસતા ફરતા આરોપી શોભનાબેન નવઘણભાઇ હમીરપરા (37) રહે. લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે મોરબી, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી સોમાભાઇ લધુભાઇ વાઘેલા (25) રહે. જડેશ્વર મંદિર પાસે ઝુપડમા તાલુકો વાંકાનેર, વાંકાનેર સીટીના ગુનામાં આરોપી નવઘણભાઇ જેઠાભાઇ દેગામા (28) રહે. લીલાપર મેલડી માતાજી વાળી શેરી મોરબી, વાંકાનેર સીટીના ગુનામાં આરોપી ગનીભાઇ જાકુબભાઇ નોડે (35) રહે. કાન્તીનગર માળીયા ફાટક પાસે મોરબી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી સલીમભાઇ ઉર્ફે રાહુલ ફીરોજભાઇ પઠાણ (29) રહે. વીસીપરા ફુલીનગર-1 શેરી નં.-4 તા.જી. મોરબી અને હળવદના ગુનામાં આરોપી પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (45)  રહે. લીમડી પ્રતાપનગર મોર્ડન સ્કુલ પાસે તાલુકો જાલોદ વાળાની અટક કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપી દેવામાં આવેલ છે ઉલેખનીય છે કે, આરોપી પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની અગાઉ ગુજરાત તથા રાજસ્થાન રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 54 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ પેરોલ ફર્લો સ્કોડ તથા એલ.સી.બી.ની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News