મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
મોરબીમાં રહેતા વકીલનું એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ આવેલું છે અને તેઓના એકાઉન્ટમાં થતા ટ્રાન્જેક્શનના મેસેજ તેઓને સમયસર મળતા હતા જોકે, ગત તા. 22/10/2026 ના રોજ તેઓના ખાતામાંથી 98,000 નું કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું અને તે ટ્રાન્જેક્શનને લગતો મેસેજ તેઓને આવ્યો ન હતો જેથી આ ટ્રાન્જેક્શનની જાણ વકીલને થઈ ન હતી જેથી કરીને વકીલે આપેલ લેખિત ફરિયાદ આધારે પોલીસે હાલમાં બેંન્ક ઓફ ઇન્ડીયાનાં એકાઉન્ટ ધારક તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેવી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા વકીલ હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ અને એસબીઆઇની ગ્રીનચોક દરબારગઢ શાખા સામે લેખિતમાં સાયબર ફ્રોડ અને ઉચાપતની ફરિયાદ આપી હતી જેન આ આધારે પોલીસે હાલમાં બેંન્ક ઓફ ઇન્ડીયાનાં એકાઉન્ટ નં.922610110000443 ના ધારક તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું એસબીઆઈની ગ્રીનચોક દરબારગઢ શાખામાં બેન્ક એકાઉન્ટ નં. 31611749853 આવેલું છે અને તે એકાઉન્ટમાં થતા ટ્રાન્જેકશનના મેસેજ તેઓને સમયસર મળતા હોય છે જોકે ગત તા 22/10/2026 ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુપીઆઈથી ડિજિટલ ટ્રાન્જેક્શન કરીને કે પછી કોઈપણ રીતે ડિજિટલ ટ્રાન્જેક્શનનો દુરુપયોગ કરીને 98,000 નું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું જે ટ્રાન્જેક્શનનો એસબીઆઇ તરફથી ફરિયાદીને મેસેજ આપવામાં આવેલ ન હતો જેથી આ ટ્રાન્જેક્શનની જાણ તેઓને હતી નહીં. અને જાણ થતાની સાથે જ ફરિયાદિએ આપેલ અરજીના આધારે પોલીસે તપાસ કરીને છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.