મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત મોરબીમાં રહેતા યુવાને ઓનલાઈન રિલ જોઈને મંગાવેલા ડ્રેસની ડીલેવરી ન આપીને 4,00,543 રૂપિયાની છેતરપિંડી મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ


SHARE







































હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ

હળવદમાં આવેલ સોનીવાળમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને વધુ નફો શોર્ટ ટાઈમમાં કમાવવા માટેની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ તારીખે કુલ મળીને 24,91,758 મેળવી લેવામાં આવ્યા હતા જોકે આજ દિવસ સુધી તે રકમ પરત આપવામાં આવી નથી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોબાઈલ નંબરના ધારક, ટેલિગ્રામ યુઝર અને તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ સોનીવાડ વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે રહેતા હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા
(
63)એ મોબાઈલ નંબર 9401214652 ના ધારક અમિતભાઈ રોમાનિયા, ટેલિગ્રામ Axwel_Account_Manager_bot ના યુઝર અને તપાસમાં ખુલે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ એકબીજા સાથે મિલાપીપણું કરીને કાવતરું રચ્યું હતું અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવા અંગે વાતચીત કરી હતી અને ફરિયાદીને લચાવીને axwel.com  નામની વેબસાઈટ માં યુઝર આઇડી બનાવડાવી નફો થાય તેવી ભ્રામક માહિતી આપવામાં આવી હતી અને આરોપીઓ દ્વારા ફરિયાદીને અલગ અલગ બેન્ક એકાઉન્ટના નંબરો મોકલીને અલગ અલગ તારીખે પૈસાનું ટ્રાન્જેક્શન કરાવીને કુલ મળીને 24,91,758 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને તે રકમ પરત નહી આપીને વૃદ્ધની સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News